અમારો ઉદ્દેશ્ય-અમારી ભાવના
સ્વામી કમલેશાનંદજીની સાથે સત્સંગ વિષય નિર્દેશ મુમુક્ષુઓ આત્માંર્થીઓ અમારી ભાવના છે કે :
- વીતરાગ ધર્મ - આધ્યાત્મ વિજ્ઞાનની વૈજ્ઞાનિક સમજ લોકોમાં ખુલ્લી કરવી.
- કોઈ નવો ધર્મ કે સંપ્રદાયની સ્થાપના નહિ, કિંતુ જે ધર્મ ય સંપ્રદાયમાં આપની માન્યતા છે એની સાચી સમજ ખુલ્લી કરવી.
- વીતરાગ ધર્મના પ્રવર્તમાન તમામ સંપ્રદાયોના રીત-રીવાજ અલગ હોવા છતાં તેની પાછળ રહેલી મુખ્ય સમજ પ્રકાશિત કરવી.
- વીતરાગ ધર્મના અનુયાયી પોતાની ક્રિયાઓ અને રીવાજોમાં દ્રઢ થઇ રહ્યા છે, પરંતુ તેની પાછળ રહેલ મુખ્ય તથ્યો - મર્મ - રહસ્ય નથી જાણતા તેને પ્રકાશિત કરવું.
- વીતરાગોએ કહેલ ક્રિયાઓનું અનુસરણ શુભ છે પરંતુ એમના હૃદયમાં (એનો આશય-મર્મ) શું છે તે પ્રકાશિત કરવું.
- બધી ધાર્મિક ક્રિયાઓની પાછળ રહેલ પુણ્ય પાપ ઉપાર્જનનો હેતુ પ્રકાશિત કરવો.
- ધર્મ કોઈ ક્રિયા નથી પરંતુ સાચી સમજનું નામ છે.
- તીર્થંકરના જીવનમાં એમની દ્રષ્ટિ (સમ્યક દ્રષ્ટિ) નું મહત્વ શું છે ? જેના આધાર પર તેઓએ મુક્તિ પ્રાપ્ત કરી તેને ખુલ્લું કરવું.
- મનુષ્ય જીવન મળ્યું છે તેનો મુળ ઉદ્દેશ શું હોવો જોઈએ.
- શું મનુષ્ય પોતાની વ્યવહારિક, સામાજિક ફરજ નિભાવતાં પણ ધર્મમય જીવન જીવી શકે છે ? એવી કઈ સમજ છે. દ્રષ્ટિ છે તેના આધારે જીવ સંસારમાં રહેવા છતાં મુક્તિ અનુભવી શકે - મોક્ષ મેળવી શકે છે.
- મોક્ષ-માર્ગ અતિ કઠીન છે - સાધારણ વ્યક્તિનું ગજું નથી ય ભગવાનનો માર્ગ બધાને માટે સરળ-સુગમ છે.
- જન્મ-મરણના ફેરામાંથી મુક્ત થવું સંભવ છે.
- મનુષ્ય જન્મમાં આવ્યા પછી કારમાં કેવી રીતે બંધાય છે. કેવી રીતે છૂટે છે અને કેવી રીતે નવા કારમાં ના બંધાય તેનો સરળ અને સાચો ઉપાય શું છે ?
- શું જીવ સત્તા, સંપત્તિ, શરીર યા ભૌતિક સાધનોથી કાયમી સુખ પ્રાપ્ત કરી શકે છે ?
- શું આપણે પરિવાર, સામાજિક સંભંધ અને મોહમાયાના સંબંધોથી બંધાયા છીએ કે અજ્ઞાનથી.
- વીતરાગ ભગવંત સંસારમાં રહેવા છતાં, રાજપાટ ચલાવતા છતાં, લગ્ન કરવા છતાં, યુધ્ધ કરવા છતાં મોક્ષ પ્રાપ્ત કરે છે એ સમભાવ છે તો કેવી રીતે .
- જીવનમાં સુખ દુ:ખનું કારણ શું છે ? અને તેનાથી મુક્ત કેવી રીતે થવાય ?
- વ્યવહારિક ધર્મ અને ગુરુ તથા સાચો ધર્મ અને ગુરુની ઓળખાણ શું ?
- ભગવાન કોને કહેવાય ? ધર્મ કોને કહેવાય ? મોક્ષ એટલે શું ? મુક્તિ શા માટે પ્રાપ્ત કરવી જોઈએ.
- યુવા પેઢી ધર્મથી વિમુખ કેમ થઇ રહી છે, કેમ કે આપણી પાસે એમને આપવા માટે વૈજ્ઞાનિક સમજ અને વૈજ્ઞાનિક ઉત્તર નથી તેમને સાચી સમજ આપવાની જરૂર છે.
- ધર્મ અને ધાર્મિક ક્રિયાઓ બોજારૂપ કેમ લાગે છે એમાં રસ-આનંદ કેમ નથી આવતો ?
- શું આપણે વીતરાગોના માર્ગ ઉપર ચાલી રહ્યા છીએ ?
- વીતરાગ માર્ગમાં પ્રવેશી ગયેલ કુરીતિ-ભેદ-ભાવ, રૂઢી, ખોટી માન્યતાઓ દુર કરી જેવો વીતરાગોના હૃદયમાં ધર્મ-મર્મ આશય હતો તેવો મુળધર્મ અને તેના સિદ્ધાંતો પુન: સ્થાપિત કરવા.
- ધર્મ જીવનમાં સુખ અને શાંતિ વધારે છે તો અપને જે ધર્મ કરીએ છીએ તેનું એવું પરિણામ કેમ નથી આવતું. ભૂલ ક્યાં છે તે પ્રકાશિત કરવી.
- ધર્મ કરવાથી ક્રોધ-માન-માયા-લોભ ઘટવા જોઈએ શું આપના જીવનમાં આવું થઇ રહ્યું છે ? શું આપણે સાચા માર્ગ ઉપર છીએ ? શું કષ્ટ ભોગવવાથી સુખ પ્રાપ્ત થઇ શકે ?
- ગૃહસ્થ કોણ ? સંયમી કોણ ?
- પુરુષાર્થ કરવો જોઈએ પણ પુરુષાર્થ કોને કહેવાય ? જીવનમાં ક્યાં ભાગમાં આપણી સત્તા છે ? અને કયો ભાગ કર્મને આધીન છે અર્થાત પુરુષાર્થ કોને કહેવાય ?